ફિલ્મ જગત
News of Wednesday, 15th January 2020

ક્રુર હત્યારાના રોલમાં અભિષેક

શાહરૂખ ખાને તાજેતરમાં એક ફિલ્મના નિર્માણની તૈયારી કરી છે. 'બોબ બિશ્વાસ' નામની આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને મુખ્ય રોલ અપાયો છે. સાથે હવે ચિત્રાંગદાસિંહને લેવામાં આવ્યાનું જાહેર થયું છે. અભિષેક આ ફિલ્મમાં એક ક્રુર હત્યારાનો રોલ નિભાવશે. આ કારણે ચાહકોનમાં ઉત્તેજના છવાઇ ગઇ છે. આ ફિલ્મ સાથે ચિત્રાંગદા જોડાઇ રહ્યાની વાતો સામે આવી છે. પરંતુ હજુ નિર્માતાઓ તરફથી આવી કોઇ સ્પષ્ટતા થઇ નથી. અભિષેક બચ્ચન પહેલી જ વખત આવો રોલ નિભાવવા જઇ રહ્યો છે. આ સાઇકો થ્રિલર ફિલ્મનું નિર્દેશન જાણીતા નિર્દેશક સુજોય ઘોષની દિકરી દિયા ઘોષ કરી રહી છે. ફિલ્મમાં કોલકત્તાની કહાની દેખાડવામાં આવશે. મોટા ભાગનું શુટીંગ પણ ત્યાં કરવામાં આવશે. ૨૦મી જાન્યુઆરીથી ફિલ્મના શુટીંગનો પ્રારંભ થઇ જશે. અભિષેક બચ્ચન લાંબા સમયથી ફિલ્મી પરદાથી દૂર છે. તે પોતાને આ ફિલ્મમાં અલગ જ રોલ મળતાં તે ઉત્સાહિત છે.

(9:59 am IST)