ફિલ્મ જગત
News of Tuesday, 14th January 2020

ફિલ્મ 'બેલ બોટમ'માં અક્ષય સાથે ચમકશે મૃણાલ ઠાકુર

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અક્ષર કુમાર સાથે ફિલ્મ 'બેલ બોટમ' માં કામ કરતી જોવા મળી શકે છે. ગયા વર્ષે અક્ષય કુમારે તેની ફિલ્મ બેલ બોટમની જાહેરાત કરી હતી. એક પીરિયડ ફિલ્મ છે, જેમાં અક્ષય એક ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મમાં અક્ષયની લીડિંગ લેડી વિશે સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નિર્દેશક નિખિલ અડવાણી મૃણાલ ઠાકુરને તેની ફિલ્મમાં સાઇન કરવા તૈયાર છે.નિખિલ અડવાણીને લાગે છે કે મૃણાલ ઠાકુર ફિલ્મ માટે એકદમ યોગ્ય છે. વર્ષે મૃણાલ શાહિદ કપૂરની સાથે ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે, જેનું શૂટિંગ હજી ચાલુ છે.

(4:08 pm IST)