ફિલ્મ જગત
News of Tuesday, 15th January 2019

બોકસ ઓફિસ : વિક્કી કૌશલની 'ઉરી' છવાઇ ગઇ

૩ દિવસની છપ્પર ફાડ કે કમાણી

મુંબઇ તા. ૧૫ : વિકી કૌશલ, યામી ગૌતમ અને કિર્તી કુલહારી સ્ટાર 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' બોકસ ઓફિસ પર છવાઇ ગઇ છે. ફિલ્મે ત્રણ દિવસની અંદર અંદાજીત ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફીલ્મે પહેલાં દિવસે ૮.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જયારે બીજા દિવસે શનિવારે ફિલ્મે ૧૨.૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને રવિવારે ત્રીજા દિવસે ફિલ્મ ૧૫.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસે અંદર જ ૩૪.૭૩ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની કમાણી દિવસે અને દિવસે વધતી જઇ રહી છે. સાથે જ ફિલ્મની આખી ટીમનાં વખાણ પણ થઇ રહ્યાં છે. ક્રિટિકસથી માંડીને જનતા પણ તેનાં વખાણ કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની કમાણીનાં આંકડા શેર કર્યા છે. (૨૧.૫)

(10:02 am IST)