ફિલ્મ જગત
News of Wednesday, 14th November 2018

ક્રિસમસ પર રિલીઝ થશે સલમાનની’કિક-2′ અને રણબીરની’બ્રહ્માસ્ત્ર’ :બૉક્સઑફિસ પર ટક્કર થશે.

મુંબઈ :બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂર અને ડિરેક્ટર અયાન મુખર્જીની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ આગળ ખસેડી છે. પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રોજ રિલિઝ થવાની હતી. ડિસેમ્બરમાં ક્રિસમસ પર સલમાન ખાનની ફિલ્મ ‘કિક2’ પણ રિલીઝ થશે. આ રીતે આ બંને દિગ્ગજો વચ્ચે બૉક્સઑફિસ પર ટક્કર થશે.

   ફિલ્મ સર્જક કરણ જોહરે ભારતીય સુપરહીરોની પોતાની ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્રની રિલિઝ ડેટ બદલાવી હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉયને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી બ્રહ્માસ્ત્ર મોખરાના એક્શન સ્ટાર અક્ષય કુમારની મિશન મંગળ સાથે રજૂ થવાની હતી.

(9:37 pm IST)