સાયકલીસ્ટિની બોયોપીકમાં કામ કરશે જૈકલીન
જૈકલીન ફર્નાન્ડીઝ હાલમાં ૨૦૧૬માં આવેલી કન્નડ ફિલ્મ 'કિરીક પાર્ટી'ની હિન્દી રિમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં જૈકલીન સાથે કાર્તિક આર્યન મુખ્ય રોલમાં છે. આ ઉપરાંત જૈકલીને પોલા હોકિન્સની નોવેલ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી આવૃતિમાં કામ કરવાની પણ હા કહી દીધી છે. આમ હવે પ્રિયંકા ચોપડા અને શ્રધ્ધા કપૂર બાદ જૈકલીન પણ બાયોપિકમાં જોવા મળશે.
ભારતીય સાયકલીસ્ટ દેબોરાહ હેરોલ્ડના જીવન પર બની રહેલી આ ફિલ્મ છે. જૈકલીને સ્ક્રિપ્ટ સાંભળતા જ તેને પસંદ પડી ગઇ હતી અને કામ કરવાની મોૈખિક હા કહી દીધી હતી. દેબોરાહની કહાની ખુબ જ પ્રેરણાદાયક છે. આ રોલ માટે જૈકલીનની ખુબ આકરી તાલિમ લેવી પડશે. શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. દેબોરાહનો જન્મ અંડમાન-નિકોબાર ટાપુમાં થયો હતો. ૨૦૦૪માં સુનામી વખતે તેના પર ઝાડ પડતાં તે સતત એક અઠવાડીયુ ફસાઇ ગઇ હતી. ૨૦૧૩માં તે દિલ્હી રહેવા આવી હતી. હાલમાં તે ૨૦૨૦માં ટોકિયોમાં યોજાનાર ઓલ્મિપીકની તૈયારી કરી રહી છે.