ફિલ્મ જગત
News of Thursday, 14th October 2021

ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે પડતા-પડતા બચી સુષ્મિતા સેન : તરત જ સંભાળી સ્થિતિ

સુષ્મિતા સેન પડતા-પડતા તો બચી પરંતુ કપડાના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ : સુષ્મિતા સેન હાલમાં એક જવેલરી શોપ બહાર જોવા મળી હતીઃ જયાં ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે તે પડતા-પડતા બચી હતી

મુંબઇ, તા.૧૪: એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બોલિવુડ ડીવા સુષ્મિતા સેન તેના જનરેશનની ટેલેન્ટેડ હીરોઈનોમાંથી એક છે. સુષ્મિતા સેનને તેના ચાહકો માત્ર બેક ટુ બેક ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે જ નહીં પરંતુ સકારાત્મક આભા અને જીવન તેમજ ફિટનેસ સહિત દ્યણા બધા મુદ્દા અંગે શેર કરેલા વિવિધ મંત્રો માટે પણ પસંદ કરે છે. એકટ્રેસ હાલમાં મુંબઈમાં આવેલા એક જવેલરી શોપ બહાર જોવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે તે પડતા-પડતા બચી હતી. હતી. જો કે, તેણે સ્થિતિને તરત જ સંભાળી લીધી હતી અને પોઝ આપવા લાગી હતી.

સુષ્મિતા સેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વ્હાઈટ કલરના ઓવરલેપ ડ્રેસમાં હંમેશા જેમ સુંદર લાગી રહી છે. આઉટફિટની સાથે તેણે સ્ટ્રેપી હીલ્સ તેમજ હળવી જવેલરી પહેરી છે. ફોટોગ્રાફર્સને પોઝ આપવા બહાર આવી ત્યારે લપસતા બચી હતી પરંતુ ડ્રેસ સહેજ ઉંચો થઈ ગયો હતો.

સુષ્મિતા સેને સ્થિતિને ખૂબ સરસ રીતે સંભાળી લીધી હતી. તેણે પોતાનો ડ્રેસ થોડો સરખો કર્યો હતો અને ફરીથી ચહેરા પર મોટા સ્મિત સાથે પોઝ આપ્યા હતા.

પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, સુષ્મિતા સેન હાલમાં તેની વેબ સીરિઝ 'આર્યા' ૪૯માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડની 'ડ્રામા સીરિઝ' કેટેગરીમાં નોમિનેટ થતાં ચર્ચામાં આવી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા એકટ્રેસે કહ્યું હતું કે, દુનિયાના શ્રેષ્ઠ ડ્રામા સીરિઝની સાથે આર્યાને પણ નોમિનેશન મળ્યું છે તે આનંદની વાત છે. અમારી મહેનત પર દુનિયાભરના દર્શકોએ જે પ્રેમ અને વિશ્વાસ દાખવ્યો છે તેના માટે કૃતજ્ઞ છું. હું ખરા દિલથી તેમનો આભાર માનુ છું'.

સુષ્મિતા સેન પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચા છે. તે મોડેલ રોહમન શાઙ્ખલ સાથે રિલેશનશિપ હોવાની દ્યણા સમયથી ચર્ચા છે. સુષ્મિતાના દ્યરે થતાં દરેક ફંકશનમાં રોહમન સામેલ થાય છે અને બંનેની તસવીરો પણ સામે આવતી રહે છે. જો કે, એકટ્રેસે કયારેય તે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી નથી.

(3:05 pm IST)