ડિજીટલ પ્લેટફોર્મને લીધે ઓળખ મળીઃ કિર્તી
અભિનેત્રી કિર્તી કુલ્હારીને જેટલી ઓળખ બોલીવૂડમાં કામ કરીને નથી મળી એટલી ઓળખ ડિજીટલ પ્લેટફોર્મ પરથી મળી ગઇ છે. કિર્તી કબુલે છે કે જ્યાં સુધી ડિજીટલ પ્લેટફોર્મ આવ્યું નહોતું ત્યાં સુધી તેના સખત પરિશ્રમ અંગે કોઇએ નોંધ લીધી નહોતી. આ માધ્યમ થકી નવા આવતા કલાકારો પણ પોતાની ક્ષમતા દેખાડી શકે છે. તેને એક નવો જ મંચ મળી ગયો છે. કિર્તીએ ફોર મોર શોટ્સ પ્લીઝ, ક્રિમીનલ જસ્ટીસ સહિતના શો કર્યા છે. તેની વેબ સિરીઝની લોકોએ ખુબ પ્રસંશા કરી છે અને તેનું કામ પણ વખાણ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મની પ્રશંસા કરતાં કિર્તી કહે છે કે ડિજીટલ પ્લેટફોર્મને કારણે મારી મહેનતને ઓળખ મળી ગઇ છે. હું આજે આ સ્થાથે પહોંચીને ખુબ જ ખુશ છું. આ માધ્યમને કારણે નવી ટેલેન્ટને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી રહી છે. માત્ર એકટર જ નહિ ડિરેકટર, રાઇટરને પણ ભરપુર તક મળી રહી છે. ૨૦૧૬માં આવેલી 'પિન્ક'માં પણ કિર્તીએ જબરદસ્ત ભુમિકા નિભાવી હતી. કિર્તીની વિપુલ શાહની વેબ સિરીઝ હ્યુમનમાં કામ કરી રહી છે. જેમાં તે અલગ જ ભુમિકામાં દેખાવાની છે. તેની સાથે શેફાલી શાહ પણ છે.