'ધ કપિલ શર્મા'ના શો પર ગોવિંદાએ પોતાના નામ બદલવાને લઈને કર્યો ખુલાસો
મુંબઈ: આ વખતે કોમેડી શો ધ કપિલ શર્મામાં ગોવિંદા તેની પત્ની સુનિતા આહુજા અને પુત્રી ટીના આહુજા સાથે મહેમાન તરીકે પહોંચ્યા હતા. ગાયક ગજેન્દ્ર વર્મા પણ તેમની સાથે હતા. આ ચારેય તાજેતરમાં પ્રકાશિત નવા ગીત 'મિલો ના તુમ' નું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.આ દરમિયાન ગોવિંદા અને તેના પરિવારજનોએ ઘણી વાતો કરી હતી અને ઘણી એવી વાતો પણ જણાવી હતી જે પહેલાં કોઈએ સાંભળી ન હોત. ગોવિંદાએ પણ તેમના નામ વિશે મોટો ખુલાસો કર્યો. કપિલ શર્માએ પૂછ્યું કે એવી અફવા છે કે ગોવિંદાએ બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા અનેક વખત તેનું નામ બદલ્યું હતું. તેના જવાબમાં ગોવિંદા કહે છે કે તેણે પોતાનું નામ 6 વાર બદલ્યું. તેમણે જણાવ્યું કે અગાઉ તેનું નામ ગોવિંદ આહુજા, ગોવિંદ રાજ, રાજ ગોવિંદ અને અરૂણ ગોવિંદ હતા.