ફિલ્મ જગત
News of Monday, 14th October 2019

આમનાનું આગમનઃ એકતા થઇ ખુશ

ટીવી અભિનેત્રી હીના ખાને કસોૈટી જિંદગી કી-૨નો કોમોલિકાનો રોલ છોડી દેતાં હવે તેની જગ્યાએ નવી કોમોલિકા તરીકે અભિનેત્રી આમના શરીફને લેવામાં આવી છે. કોમોલિકાનો નવો લૂક જાહેર કરવામાં આવ્યો છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. નવી કોમોલિકાના રૂપમાં આમના શરીફની સ્ટાઇલને પસંદ કરવામાં આવી રહી છે. આમના નવા અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે. આમનાએ ઓફ શોલ્ડર ડ્રેસ સાથે ડાર્ક કલરનો મેકઅપ કર્યો છે અને નાકમાં નથણી તથા ગળામાં ભારેખમ નેકલેસ પહેરેલો છે. થોડા દિવસો પહેલા ઉત્સુકતા હતી કે નવી કોમોલિકા કોણ હશે? હવે નિર્માતાઓએ તેનો લૂક રજૂ કરી દીધો છે. આમના આ શોમાં જોડાતાં એકતા કપૂરે કહ્યું હતું કે હું અત્યંત ખુશ છું કે મારી પસંદગીની અભિનેત્રી આ શોમાં સામેલ થઇ રહી છે. એકતા સાથે આમનાએ ૨૦૦૪માં કહીં તો હોગા શોમાં કામ કર્યુ હતું.

 

(10:08 am IST)