ફિલ્મ જગત
News of Saturday, 14th September 2019

ગણપતિની મુર્તિના વિસર્જન સમયે નીલ નીતિન મુકેશ સહિત આખો પરવાર એક ડ્રેસકોડમાં જોવા મળ્યાઃ બાઇપાસ રોડ ફિલ્મો પ્રચાર

નવી દિલ્હી : ગુરુવારે મુંબઈ સહિત આખા દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. એક્ટર નીલ નીતિન મુકેશના ગણપતિનું પણ વિસર્જન કરવામાં આવ્યું. આ સમયે તેની સાથે તેની દીકરી નુરવી પણ જોવા મળી હતી.

આ વિસર્જન વખતે નીલનો સમગ્ર પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો. આ પરિવારે બ્લેક ટી શર્ટ પહેર્યું હતું જેની પર લખ્યું હતું 'બાઇપાસ રોડ'. હકીકતમાં આ નીલની આગામી ફિલ્મ છે જેને નીલનો ભાઈ જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે. નીલના પરિવારે આ રીતે ફિલ્મનું પ્રમોશન પણ કરી લીધું હતું.

આ વર્ષે ગણપતિ બાપ્પા નીલ માટે અનેક સારા સમાચાર લાવ્યા છે. નીલની લેટેસ્ટ ફિલ્મ સાહો દુનિયામાં 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. આ ફિલ્મે માત્ર હિન્દીમાં જ 90 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે.

(5:27 pm IST)