News of Friday, 14th September 2018
KBC 10 : ટીચર બનવા સ્વપ્ન જોયું,કરી પટાવાળાની નોકરી : હવે 'કરોડપતિ' બદલશે સોનાલીની કિસ્મત?
મુંબઈ :'કોન બનેગા કરોડપતિ'ના આજે રજૂ થનારા એપિસોડમાં મહારાષ્ટ્રની સોનાલી ધુવલ કેબીસીની હોટ સીટ પર પહોંચી. સોનાલીએ એક સ્કૂલમાં શિક્ષક બનવાનું સપનું જોયું હતું, પરંતુ હવે તે સ્કૂલમાં જ તે પટાવાળાની નોકરી કરે છે. ઘરની આર્થિક સ્થિતિઓને જોતા સોનાલી એક સમયે કંડક્ટરની નોકરી પણ કરી ચુકી છે. સોનાલીએ જણાવ્યું કે, મહિલા કન્ડક્ટરને જોઈ બસમાં કેટલાક લોકો પરેશાન કરતા હતા.
(10:49 pm IST)