ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

ચીનની પોપ્યુલર એક્ટ્રેસ ફેન બિંગબિંગ રહસ્યમય રીતે લાપતા

ચીનની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાં સામેલ ફેન બિંગબિંગ અચાનક ગુમ થઈ ગઈ છે.ગત તારીખ 1 જુલાઈએ બાળકોના એક હોસ્પિટલની મુલાકાતે તે ગઈ હતી, તે પછી તે જોવા મળી નથી. ફેન બિંગબિંગ 2014ની હોલિવૂડ ફિલ્મએક્સ-મેન: ડે ઓફ ફ્યૂચર પાસ્ટ'માં જોવા મળી હતી. તે ઉપરાંત તેણે 50થી વધુ ઈન્ટરનેશનલ અને ચાઈનીઝ ફિલ્મો કરી છે. વાતની આશંકા વધી ગઈ છે કે, સુપરસ્ટારને અધિકારીઓએ પકડીને રાખી છે.

(10:35 pm IST)