ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

‘આત્મહત્યા પહેલા મારી પાસે કામ માંગવા આવી હતી એક્ટ્રેસ જિયા ખાન’: મહેશ ભટ્ટ

મુંબઈ :અપકમિંગ ફિલ્મ ‘ધ ડાર્ક સાઈડ ઑફ લાઈફ : મુંબઈ સિટી'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન મહેશ ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે, કથિત સુસાઈડ કરતા પહેલા એક્ટ્રેસ જિયા ખાન તેમની પાસે કામ માગવા માટે આવી હતી

  તેમણે કહ્યું કે ત્યારે તેઓ કોઈ પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં નહોતા, આવામાં તે જિયા સાથે કોઈ ફિલ્મ સાઈન કરી શક્યા નહીં. થોડા દિવસ બાદ જિયાએ આત્મહત્યા કરી હતી.

(1:16 pm IST)