News of Friday, 14th September 2018
વરૂણ ધવન અને સારા અલી ખાનની જોડી બનશે
અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દિકરી સારા અલી ખાન હાલમાં ફિલ્મ સિમ્બાના શુટીંગમાં વ્યસ્ત છે. તેની અન્ય ફિલ્મ કેદારનાથ પણ તૈયાર થઇ રહી છે. હવે તે ત્રીજી ફિલ્મની તૈયારી પણ કરી રહી છે. આ ફિલ્મ વરૂણ ધવન સાથેની છે. જો બધુ બરાબર ચાલ્યું તો સારા અને વરૂણની જોડી ટૂંક સમયમાં જોવા મળશે. વરૂણનો ભાઇ રોહિત ધવન પોતાના પ્રોડકશનમાં ફિલ્મ બનાવી રહ્યો છે. જેનું નિર્દેશન ડેવિડ ધવન કરશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે શુટીંગ શરૂ થશે. ફિલ્મનો હીરો વરૂણ જ હશે. હિરોઇન તરીકે સારા અલી ખાનની પસંદગી થઇ શકે છે. સારાની સિમ્બા ૨૮મી નવેમ્બર અને કેદારનાથ ૩૦મી નવેમ્બરે રિલીઝ થશે.
(9:32 am IST)