ફિલ્મ જગત
News of Friday, 14th September 2018

જેનિફરે કરાવ્યું હોટ એન્ડ બોલ્ડ ફોટો શૂટ

ટીવી અભિનેત્રોઓ પણ બોલીવૂડની હિરોઇનો કરતાં પાછળ નથી. અવાર-નવાર કોઇને કોઇ ટીવી અભિનેત્રી હોટ ફોટોશૂટ કરાવતી રહે છે. જેનિફર વિંગેટે પણ આવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે બોલ્ડ દેખાઇ રહી છે. તેણે ઓફ શોલ્ડર કાળો ડ્રેસ પહેર્યો છે. જેનિફરની હોટ અને કાતિલ અદા તેણે પોસ્ટક રેલી તસ્વીરોમાં જોઇ શકાય છે. તેના ચાહકો આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે અને લાખો લાઇકસ મળી રહી છે. તાજેતરમાં જેનિફરે તેની બેસ્ટ ફ્રેન્ડ નિહાલ બોગરા સાથેનો વિડીયો પોસ્ટ કર્યો હતો. જો કે એ પછી જેનિફરને લોકોએ ટ્રોલ કરી હતી. ૩૦ મે ૧૯૮૫માં મુંબઇમાં જન્મેલી જેનિફરે કરણસિંઘ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતાં. પણ કરણે હવે તેને છોડી બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા છે. જેનિફર હાલમાં ટવી શો બેપનાહમાં ઝોયાના રોલમાં જોવા મળી રહી છે.

(9:31 am IST)