ફિલ્મ જગત
News of Wednesday, 14th August 2019

બાટલા હાઉસનું દેશભક્તિ ગીત 'જાકો રાખે સાંઇયા' લોન્ચ

મુંબઈ: જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ 'બટલા હાઉસ' 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર, રવિ કિશન, નોરા ફતેહી અને ક્રાંતિ પ્રકાશ ઝા છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ એક પોલીસ અધિકારી તરીકે જોવા મળશે.આ ફિલ્મનું નવું ગીત  'જાકો રાખે સાંઇયા'રિલીઝ થતાની સાથે જ યુટ્યુબને કબજે કરી લીધું છે. રિલીઝ થયાના એક જ દિવસમાં આ ગીતએ 1 મિલિયનથી વધુ વ્યૂઓ મેળવ્યા છે.આ ગીત જોન અબ્રાહમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ગીત ગાયકો રોચ અને નવરાજ હંસે ગાયું છે, જ્યારે તે ગૌતમ શર્મા અને ગુરપ્રીત સૈનીએ લખ્યું છે.

(5:17 pm IST)