ફિલ્મ જગત
News of Wednesday, 14th August 2019

હું આવા કામ માટે ખુબ ઉત્સાહિત રહુ છું: ડોનલ બિસ્ટ

દર્શકોમાં લોકપ્રિય ટીવી શો 'દિલ તો હેપ્પી હૈ જી'માં હૈપ્પીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી ડોનલ બિસ્ટનો એક એકશન વિડીયો ખુબ વાયરલ થયો છે. જેને દર્શકો ખુબ જોઇ રહ્યા છે. ડોનલ આ વિડીયોમાં અપહરણકારોની ચુંગાલમાં ફસાયેલી બાળકીને બચાવતી અને લોખંડના સળીયાથી ગુંડાઓની ધોલાઇ કરતી જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર ડોનલે આ વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે સ્લો મોશન કિલ, બલોપર, બુલ્સઆઇ શૂટ્સ છે, પણ એ ભુલતા નહિ કે આ બધુ પેન્સિલ હિલ સાથે છે. હું આવા કામ માટે ખુબ જ ઉત્સાહિત હોઉ છું. ડોનલને તેના આ વિડીયો માટે ખુબ જ પ્રસંશા મળી રહી છે. હેપ્પીનો રોલ અગાઉ જસ્મીન ભસીન નિભાવતી હતી. તેની જગ્યાએ ડોનલ હવે આ રોલ નિભાવી રહી છે. ૨૦૧૫માં ડોનલે ટીવી શો એરલાઇન થકી કારકિર્દી શરૂ કરી હતી. આ ઉપરાંત કલશ, એક દિવાના થા, રૂપ-એક મર્દ કા નયા રૂપ સહિતના શો તેણે કર્યા છે.

 

(10:03 am IST)