ફિલ્મ જગત
News of Saturday, 14th July 2018

ન્યૂડ થઇને સીન શુટ કરવા માટે બોલીવુડની અભિનેત્રીએ પીધો હતો દારૂ : શુટીંગ બાદ ખૂબ રડી હતી

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની નેટફિલકસ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' હાલના દિવસોમાં પોતાના બોલ્ડ સીન અને રાજનીતિ રેફરન્સના કારણે ચર્ચાનો વિષય બની

મુંબઈ તા. ૧૪ : સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની નેટફિલકસ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' હાલના દિવસોમાં પોતાના બોલ્ડ સીન અને રાજનીતિ રેફરન્સના કારણે ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને દર્શકોએ ખુબ વખાણી છે. બીજી બાજુ ફિલ્મનો એક ન્યૂડ સીન પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી રહેલી કુબ્રા સેતે એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કરતા આ ન્યૂડ સીન વિશે અનેક વાતો કરી. બોલ્ડ સીન અંગે વાત કરતા કુબ્રાએ કહ્યું કે શુટિંગ પહેલા જ અનુરાગ કશ્યપે જણાવી દીધુ હતું કે વાર્તાની ડિમાન્ડ પ્રમાણે તેણે એક ન્યૂડ સીન આપવો પડશે. આ વેબ સિરીઝમાં કુબ્રા સેતે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે.

સેક્રેડ ગેમ્સમાં એક સીન એવો છે કે જેમાં નવાઝુદ્દીન અને કુબ્રા વચ્ચે ફિલ્માવવામાં આવ્યો છે. આ સીનમાં કુબ્રા રોતા રોતા નવાઝ સામે પોતાના વ સ્ત્રો ઉતારી નાખે છે. કુબ્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના માટે આ સીન ભજવવો ખુબ જ મુશ્કેલ હતો. જયારે આ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે ડાઈરેકટર અનુરાગ કશ્યપ વારંવાર રીટેક લઈ રહ્યાં હતાં. આ સીનને સાતવાર શૂટ કરવામાં આવ્યો હતો. આ સીનને શૂટ કરતા પહેલા અનુરાગે મને પૂછ્યું હતું કે શું હું વાઈન પીવાનું પસંદ કરું છું. તો મેં હા કહેવા પર તેમણે મને વ્હીસકી લાવીને આપી અને દારૂ પીને ડાઈલોગ બોલવા જણાવ્યું. આ સીન ખુબ ઈન્ટેન્સ હતો. કદાચ એ જ કારણ હતું કે તેને સાતવાર શૂટ કરવાની જરૂર પડી.

શુટિંગ બાદ અનુરાગે મને કહ્યું કે આ વાર્તાની જરૂરિયાત હતી આથી તેણે કરવું પડ્યું. આ માટે તું મને નફરત ન કરતી. તેમણે આ સીનને લઈને કહ્યું કે જયારે આ સીન શૂટ થશે ત્યારે તને અહેસાસ થશે કે આ કેટલો મહત્વનો હતો. જયારે તમે ખુબ સારું કામ કરો છો ત્યારે તમને કોઈ ચીજ ખોટી લાગતી નથી.

અત્રે જણાવવાનું કે NETFLIXની આ સિરીઝની વાર્તા ૮૦ના દાયકાની છે જે સરતાજ સિંહ એટલે કે સૈફ અલી ખાનની આસપાસ ઘૂમે છે. તે મુંબઈ પોલીસનો એક ઓફિસર છે જે અપરાધી ગણેશ ગાયતોન્ડે સામે લડે છે. ગણેશ પોતાને ભગવાન સમજે છે. ફિલ્મ વિક્રમ ચંદ્રાના ઉપન્યાસ પર આધારિત છે. આ શોમાં બોફોર્સ કાંડનો પણ ઉલ્લેખ કરાયો છે. સેક્રેડ  ગેમ્સને વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપે મળીને દિગ્દર્શિત કરી છે. (૨૧.૫)

(11:48 am IST)