કાજલને મળી નવી ફિલ્મઃ ટુંક સમયમાં થશે શુટીંગ શરૂ
સાઉથ ઉપરાંત બોલીવૂડમાં પણ સિંઘમ ફિલ્મ પછી જાણીતી બની ગયેલી અભિનેત્રી કાજલ અગ્રવાલને લગ્ન પછી કામ મળતું બંધ થઇ જતાં તેણે પોતાની ફી ઘટાડી હતી. પરંતુ હવેતેને એક ફિલ્મ મળી ગઇ છે. ઉમા નામની ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાજલે કહ્યું હતું કે કોવિડમાં આસપાસની સ્થિતિ સારી થાય એ સાથે જ અમે શુટીંગ શરૂ કરીશું. હું ફરીથી શુટીંગ કરવા અને સેટ પર પહોંચવા માટે આતુર છું. હું મનોરંજક અને પડકારરૂપ ભુમિકાઓ વધુ પસંદ કરુ છું. ઉમા ફિલ્મનું નિર્દેશન તથાગત સિંહા કરી રહ્યા છે. જ્યારે નિર્માતા અવિશેક ઘોષ છે. ફિલ્મનું શુટીંગ આ વર્ષમાં જ શરૂ કરવાની નિર્માતાની તૈયારી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ સાથે જોડાનારા અન્ય કલાકારોના નામો જાહેર થશે. કાજલે ગયા ઓકટોબરમાં ઉદ્યોગપતિ ગોૈતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. કાજલે કામ મેળવવા પોતાની ફમાં પણ ઘટાડો કર્યો છે. સારી ઓફર ગુમાવી દેશે એવા ડરને કારણે તેણે ફી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. તેના માટે જો કે આ કામ સરળ નહોતું.