ફિલ્મ જગત
News of Friday, 14th June 2019

અનુપમ ખેર રિયલ લાઇફમાં કિરણ ખેરના બીજા પતિઃ કિરણ ખેરે અગાઉ ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા

મુંબઈ : બોલિવૂડનાં ફેમસ એક્ટર અનુપમ ખેર અને એક્ટરમાંથી રાજકારણમાં દબદબાભર્યું સ્થાન મેળવનાર કિરણ ખેરની ગણતરી બોલિવૂડના ગરવાઈભર્યા કપલ તરીકે થાય છે. જોકે બહુ ઓછા લોકોને ખબર કે અનુપમ ખેર રિયલ લાઇફમાં કિરણના બીજા પતિ છે અને તેણે પહેલાં પતિ ગૌતમ બેરી સાથે ડિવોર્સ લીધા પછી દીકરા સિકંદર બેરીને સાથે લઈને અનુપમ ખેર સાથે બીજા લગ્ન કરવાનું પસંદ પડ્યું હતું.

રસપ્રદ લવસ્ટોરી

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર મૂળ કાશ્મીરના છે પરંતુ તેમના પિતા શિમલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક હતા. અનુપમ ખેર અને તેમની પત્ની કિરણ ખેરની લવસ્ટોરી ચંદીગઢથી શરૂ થઇ હતી જ્યાં બંન્ને એક થિયેટર ગ્રુપમાં સાથે કામ કરતા હતા. કિરણ ખેર પંજાબની રહેવાસી છે. થિયેટર ગ્રુપમાં થયેલી બંન્નેની મુલાકાતથી બંને સારા મિત્રો બની ગયા હતા. અનુપમ ખેરે પરિવારની મરજી અનુસાર 1979માં મધુમાલતી નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ તેઓ પોતાના લગ્નથી ખુશ નહોતા. અનુપમ ખેર અને પરિણીત કિરણની મુલાકાત કોલકત્તામાં નાદિરા બબ્બરના પ્લે દરમિયાન મુલાકાત થઇ હતી. ત્યાં વાતચીતમાં બંન્નેને અહેસાસ થયો કે બંન્ને વચ્ચે મિત્રતાથી વધુ પ્રેમ છે. પછી અનુપમ ખેરે કિરણને પ્રપોઝ કરી લીધું બાદમાં બંન્નેએ એકબીજાના પાર્ટનર્સને ડિવોર્સ આપી દીધા હતા અને 1985માં લગ્ન કરી લીધા. અનુપમ ખેરે કિરણના દીકરા સિકંદરને અપનાવી લીધો અને પોતાનું નામ પણ આપ્યું હતું. કિરણ ખેર બીજેપી સાંસદ છે.

નિષ્ફળ લગ્નજીવન

ચંડીગઢમાં થિયેટરમાં વ્યસ્ત કિરણ ખેર 1980માં મુંબઇ આવી ગયા જ્યાં તેમણે બિઝનેસમેન ગૌતમ બેરી સાથે લગ્ન કરી લીધા હતા. થોડા સમય બાદ કિરણે દિકરાને જન્મ આપ્યો જેનું નામ સિકંદર રાખવામાં આવ્યું. સિકંદર પાંચ વર્ષનો થયો ત્યારે કિરણ અને ગૌતમ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બની ગયા અને બંન્ને રાજીખુશીથી અલગ પડી ગયા હતા. કિરણ પણ ગૌતમ સાથેના સંબંધમાં ખુશ નહોતી અને તે પણ તેને છૂટાછેડા આપવા વિશે વિચારી રહી હતી ત્યારે ડિપ્રેશનમાં સરી પડી  હતી. ખાસ મિત્ર અનુપમ સમયે તેની ખૂબ કાળજી લેતો હતો અને તેનો મૂડ સુધારવાનો પ્રયાસ કરતો હતો. કારણોથી બંને ખૂબ સારા મિત્રો બની ગયા અને એક સમય એવો આવી ગયો જ્યારે બંને વચ્ચેની મૈત્રી લગ્ન સંબંધમાં પલટાઈ ગઈ. ગૌતમ બેરીએ પણ બીજા લગ્ન કરી લીધા હતા.

(5:41 pm IST)