ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

સલમાનનાં જીજાજી આયુષ શર્માની 'લવરાત્રિ'નું ટિઝર રિલીઝ:ગુજરાતી ગરબો 'છોગાડા તારા'ની જામી રમઝટ

ગુજરાતની પૃષ્ઠભુમિ પર આધારિત ફિલ્મમાં લંડનમાં આયુષ અને વરિના હુસૈન ગરબા રમતા જોવાયા

મુંબઇ: બોલીવુડના અભિનેતા સલમાન ખાને તેની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને બોલિવૂડમાં લોન્ચ કર્યો છે SKF પ્રોડક્શનની આયુષ શર્માની પહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું ટીઝર રિલીઝ થયું છે જેમાં ગુજરાતી ગરબો છોગાડા તારા.. હો રે રંગીલા તારા.. ગરબા પર લંડનમાં આયુષ અને વરિના હુસૈન ગરબા રમતા નજર આવે છે. સલમાન ખાને તેનાં ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.

   ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભુમિ પર આધારિત છે. રોમેન્ટિક ફિલ્મમાં નવરાત્રિ દરમિયાન પાંગરતી લવસ્ટોરી દેખાડવામાં આવી છે. આયુષની પહેલી ફિલ્મમાં તેની હિરોઇન તરીકે વરિના હુસૈન જોવા મળશે. 'લવરાત્રિ'નું ડિરેક્શન અભિરાજ મિનવાલા કરી રહ્યા છે અને 5 ઓક્ટોબરે રિલીઝ થશે. રોમેન્ટિક ડ્રામા સલમાન ખાન ફિલ્મ્સ વેન્ચરની પાંચમી ફિલ્મ છે.

 

 

 

(12:48 am IST)