ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

હોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને

મુંબઈ: પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ બાદ કાજોલને પણ હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. જોકે તેની શરત એટલી છે કે તેને ફિલ્મની પટકથા પસંદ પડવી જોઇએ. '' હું હોલીવૂડ ફિલ્મ પસંદ કરતા પહેલા પ્રશ્ર કરીશ જે હિંદી ફિલ્મોની પસંદગી કરતી વખતે કરતી હોઉં છું. હાલ તો મારા ધ્યાનમાં ખાસ કોઇ શૈલી નથી, પરંતુ નિર્ભર કરે છે કે પટકથા મને આકર્ષિત કરે છે કે નહીં,તેમ કાજોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાજોલ છેલ્લે ધનુષ સાથેની ફિલ્મમાં નજરે ચડી હતી. ફિલ્મમાં કાજોલે નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ તેણે ધનુષના વિનંતીને કારણે  સાઇન કરી હતી. પછી અભિનેત્રીએ હોલીવૂડની એનિમેશન ફિલ્મ 'ઇનક્રેડિબલ્સ ૨માં પોતાનો અવાજ આપ્યો છે.

(3:57 pm IST)