ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

ફિલ્મ બદલાનું શૂટિંગ તાપસીએ કર્યું શરૂ

મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની આગામી ફિલ્મ બદલાનું શૂટિંગ બુધવારે શરૃ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મ સુજોય ઘોષની ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે . પાટનગર નવી દિલ્હીમાં બનેલી નિર્ભયા કાંડની ઘટના પર આધારિત ફિલ્મ પિન્કમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યા બાદ તાપસી ફરી એકવાર ફિલ્મમાં અમિતાભ સાથે ચમકી રહી છે. બુધવારે ફિલ્મના શૂટિંગનો સ્કોટલેન્ડમાં આરંભ થયો હતો. તાપસીએ કહ્યું કે ફિલ્મનું મારું પાત્ર મારા વ્યક્તિત્વનું એક નવું પાસું રજૂ કરશે એમ મને લાગે છે. 'તમે એક નીવડેલા ફિલ્મ સર્જક અને એક મેગાસ્ટાર સાથે કામ કરતાં હો ત્યારે તમે પૂરેપૂરા સુરક્ષિત હો છો. ફિલ્મ ચાલશે કે નહીં એવો વિચાર કરવાની જરૃર પણ રહેતી નથી' એમ તાપસીએ કહ્યું હતું. નીરજ પાંડે અને અક્ષય કુમારની નામ શબાના ફિલ્મ પછી તાપસીનીી ડિમાન્ડ વધી હતી અને ડેવિડ ધવનની વરુણ ધવનને ડબલ રોલમાં રજૂ કરતી ફિલ્મ જુડવા ટુ પછી તાપસી રાતોરાત લિસ્ટના કલાકારોમાં આવી ગઇ હતી. હાલ દેશના લેજંડરી હૉકી પ્લેયર સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમાની રજૂઆત થવાની વાટ જોઇ રહી છે. ફિલ્મમાં પંજાબી ગાયક અભિનેતા દિલજિત સિંઘે સંદીપ સિંઘનો રોલ કર્યો છે અને તાપસીએ હરપ્રીત નામની મહિલા હૉકી પ્લેયરનો રોલ કર્યો છે.

(3:56 pm IST)