ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

રેસ-૩ ફિલ્મ શુક્રવારના દિવસે દેશમાં રજૂ કરાશે

કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી પ્રબળ સંભાવના : ફિલ્મની રજૂઆત પહેલા જ કેટલાક નવા રેકોર્ડ સર્જાયા

મુંબઇ,તા. ૧૪ : સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને કરોડો ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ઇદ ઉપર રજૂ થનાર આ ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ તોડી શકે છે.  ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ કેટલાક રેકોર્ડ કરી ચુકી છે. ઇદ પર રજૂ કરવામાં આવનાર ફિલ્મ રેસ-૩ ફિલ્મના સેટેલાઇટ અધિકારો રેકોર્ડ કિંમતમાં વેચાયા છે. સલમાન ખાનની હાલની બ્રાન્ડ વેલ્યુના કારણે ફિલ્મના અધિકારો ૧૫૦ કરોડમાં વેચી દેવામાં આવ્યા છે. જે નવો રેકોર્ડ છે. ફિલ્મની રજૂઆત પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. સલમાનની માર્કેટ વેલ્યુના કારણે ફિલ્મના રાઇટ્સને બે ગણી કિંમતે ખરીદી લેવામાં આવ્યા છે. ફિલ્મના અધિકાર પહેલા ૭૫ કરોડમાં વેચવાની યોજના હતી. જો કે સલમાન અને ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ આ ઓફર સ્વીકારી ન હતી. હવે ફિલ્મના અધિકાર ૧૫૦ કરોડ રૂપિયામાં આપી દેવામાં આવ્યા છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનને પણ પ્રોફિટમાં કેટલોક હિસ્સો મળનાર છે. પદ્માવતના અધિકાર ૪૦-૪૫ કરોડમાં વેચવામાં આવ્યા હતા. સલમાનની અગાઉની ફિલ્મ ટાઇગર જિન્દાના અધિકાર ૭૦ કરોડમાં વેચાયા હતા. રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીન મુખ્ય રોલમાં છે. જેક્લીને વધુ એક મોટી ફિલ્મ હાંસલ કરી લીધી છે. જ્યારે ટોપની અભિનેત્રી સલમાન સાથે ફિલ્મ મેળવી લેવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે જેક્લીનને સીધી રીતે બે ફિલ્મ મળી ગઇ છે. તે પહેલા કિક ફિલ્મમાં સલમાન સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં બન્નેની કેમિસ્ટ્રીની પ્રશંસા થઇ હતી. ચાહકો ભારે આશાવાદી બનેલા છે.

(12:31 pm IST)