ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

સોશિયલ મીડિયા પર છવાયું 'ધડક'નું ટ્રેલર

'ધડક'ની ધૂમ : ૪૮ કલાકમાં ૩ કરોડથી વધુ વખત જોવાયું ટ્રેલર !

મુંબઇ તા. ૧૪ : ઈશાન ખટ્ટર અને જાહનવી કપૂર સ્ટારર 'ધડક'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને લોન્ચિંગની સાથે જ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલરને ૪૮ કલાકમાં જ ૩૦ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂકયા છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતે આ વાતની જાણકારી ટ્વીટર પર આપી છે. કરણે આટલા જબરદસ્ત રિસ્પોન્સ માટે બધાને થેન્કસ કહ્યું. 'ધડક' સુપરહિટ ફિલ્મ 'સૈરાટ' ની હિન્દી રીમેક છે.

પોતાની ઉત્સુકતાને શેર કરતા કરણે લખ્યું, 'એક લવ સ્ટોરી, ્નધડક! ૨૦ જુલાઈએ પહેલા પ્રેમની આ અનકન્ડિશનલ સ્ટોરીને જુઓ... અનકન્ડિશનલ લવ... ડીપ લવ... અને આ પ્રેમ માટે તમારા બધાનો આભાર! ૪૮ કલાકમાં ૩૦ મિલિયન વ્યૂઝ!'  કરણે આ ટ્વીટમાં નિર્દેશક શસાંક ખૈતાનને પણ ટેગ કર્યો.

'ધડક'ને ધર્મા પ્રોકકશન પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મથી પ્રખ્યાત દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્રનવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તેની સામે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર દેખાશે જે 'બિયોન્ડ ધ કલાઉડ્સ' થી ડેબ્યૂ કરી ચૂકયો છે. ટ્રેલર લોન્ચના પ્રસંગે જાહનવીના કાકા અનિલ કપૂર, સંજય કપૂર, કઝિન શનાયા કપૂર, જહાન અને હર્ષવર્ધન કપૂર પણ જોવા મળ્યા.

(12:31 pm IST)