હૈદરાબાદની બજારમાં ઈદની ખરીદી કરતા નજરે પડી સારા અલી ખાન
આવનારી ફિલ્મ 'સિમ્બા'ના શૂટીંગમાંથી ફ્રી થઈ સારાએ પોતાની માં સાથે હૈદરાબાદના જાણીતા બંગળી બજારમાં કરી ખરીદી
હાલ સારા અલી ખાન હૈદરાબાદમાં પોતાની આવનારી ફિલ્મ સિમ્બાના શૂટીંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટીંગ હૈદરાબાદના મશહૂર રામોજી ફિલ્મ સીટીમાં ચાલી રહ્યું છે. શૂટીંગમાંથી ફ્રી થઈ સારા પોતાની માં અમૃતા સિંહ સાથે હૈદરાબાદના જાણીતા બંગળી બજારમાં ખરીદી કરવા માટે પહોંચી હતી. ત્યાં બંને માં દિકરી સાવ સિમ્પલ લુકમાં સામાન્ય મહિલાઓની જેમ ખરીદી કરતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, સારાએ ઈદ માટે ત્યાંથી અમુક સામાનની ખરીદી કરી હતી.
ચારમિનારની આ તસ્વીર સારાએ ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તેમજ આ તસ્વીર તેના કોઈ ફેઈને કિલક કરીને સોશ્યલ મિડીયા ઉપર મૂકી છે તેવુ પણ જાણવા મળેલ છે. ત્યારબાદ લોકો સતત આ ફોટો ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો સારા અને તેમની માંની સાદગી ઉપર વારી ગયા અને તેના વખાણ કરી રહ્યા છે.
'સિમ્બા'માં બસંતી બની છે સારા અલી ખાન
રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં સારા રણવીર સિંહની અપોઝીટમાં જોવા મળશે. ફિલ્મમાં સારાના લુકનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. અમુક દિવસો પહેલા જ રોહિત શેટ્ટીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં રણવીર સાથે સારા પણ જોવા મળી હતી. સારાને નવા જમાનાની બસંતી કહી શકાય. કારણ કે, તસ્વીરમાં તેનો લુક કંઈક એવો જ આવે છે. જ્યારે રણવીર સિંહ સિંબામાં એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાઉથ મૂવીની ટેમ્પર રીમેક છે.