ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

સંજય અને સિધ્ધાર્થ હવે કરશે લૂંટફાટ

પ્રકાશ ઝા ખાસ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. રાજનીતિ, ગંગાજલ, અપહરણ જેવી ફિલ્મો હમેંશા સરકાર અને તેની અસલીયત દર્શાવતી હોય છે. હવે ઝા વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ તેની પાછલી ફિલ્મો કરતાં અલગ જ લૂંટફાટ પર આધારીત હશે. પ્રકાશ ઝા હવે કોઇ ડ્રામા કે મસાલા ફિલ્મ બનાવવાથી દૂર રહી આ નવી કહાની પર ફિલ્મ બનાવશે. આ ફિલ્મ માટે સંજય દત્ત અને સિધ્ધાર્થ મલ્હોત્રાને પસંદ કર્યા છે.

સંજય દત્ત દરેક જોનરની ફિલ્મ કરી શકે છે અને તેમાં જામે પણ છે. એક વિલન, અય્યારી જેવી ફિલ્મોએ સાબિત કર્યુ છે કે સિધ્ધાર્થ ચોકલેટી બોય કરતાં અલગ ઇમેજ પણ બનાવી શકે છે. સંજયને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખુબ પસંદ આવી છે. વર્ષના અંતમાં કામ શરૂ થઇ જશે.

(10:51 am IST)