ફિલ્મ જગત
News of Thursday, 14th June 2018

સિમ્બામાં પણ અજય દેવગણ કહેશે 'અત્તા માઝી સટકલી...'

રોહિત શેટ્ટી રણવીરસિંહને લઇને એકશન ફિલ્મ સિમ્બા બનાવી રહ્યો છે. જો કે આ ફિલ્મમાં તેનો ખાસ મિત્ર બોલીવૂડનો સિંઘમ અજય દેવગણ પણ એક નાનકડી પણ ખુબ મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર થયો છે. અજય અને રણવીરસિંહ વચ્ચેની ફાઇટ ફિલ્મનું જમાપાસુ બની રહેશે. આ ફાઇટ સિનનું શુટીંગ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. આ એકશન સિકવન્સને ભવ્ય અને યાદગાર બનાવવામાં આવી છે. 

અજય અને રણવીરના ચાહકો આ સિન જોઇને રીતસર સીટીઓ વગાડશે તેમ કહેવાય છે. અજય દેવગણ બાજીરાવ સિંઘમના રોલમાં જોવા મળશે અને તેનો ખાસ ડાયલોગ અત્તા માઝી સટકલી પણ બોલશે. આ ફાઇટ સિન ફિલ્મના અંતમાં આવશે કે મધ્ય ભાગમાં તે હજુ નક્કી નથી. રણવીર પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવના રોલમાં છે. સારા અલી ખાન આ ફિલ્મની હિરોઇન છે. ૨૮ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.

 

(10:11 am IST)