અભીનેતા સલમાનખાને કોરોના રસીનો બીજો ડોઝ લીધો
મુંબઈના દાદર કોહીનૂર ખાતે સલમાન ખાન ભાઈ સોહેલ ખાન સાથે રસી લેવા પહોંચ્યો
મુંબઈ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાન મુંબઈમાં પોતાની કોવિડ -19 રસીનો બીજો ડોઝ લેવા રસીકરણ કેન્દ્ર પર જોવાયો હતો તસવીરો અને વીડિયોમાં સલમાન બ્લેક ટી-શર્ટ, જીન્સ અને બ્લેક કેપમાં જોવા મળી રહ્યો છે. તેને રોગચાળાને લગતી જરૂરી સાવચેતીઓ લેતા પણ જોઈ શકાય છે. મુંબઈના દાદર કોહીનૂર ખાતે સલમાન ખાન ભાઈ સોહેલ ખાન સાથે જોવા મળ્યા હતા. સલમાનને જોવા ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી.
સલમાને 24 માર્ચે પોતાનો પહેલો ડોઝ લીધો હતો. તેણે આ વિશે ટ્વીટ કર્યું હતું અને તેના ચાહકોને અપડેટ કર્યા હતા.
તેમણે લખ્યું હતું કે, “આજે મારી રસીનો પ્રથમ ડોઝ લીધો.” સોહેલ ખાન પણ કોવિડ -19 રસી લેવા રસીકરણ કેન્દ્ર પર જોવા મળ્યા. આ દરમિયાન સલમાન આજે તેના પરિવાર સાથે ઈદનો પ્રસંગ ઉજવી રહ્યો છે.
તાજેતરના મીડિયા સાથે વાત કરતા તેમણે ચાહકોને વિનંતી કરી કે તે તેના ઘરની બહાર અથવા અન્ય કોઈ અભિનેતાના ઘરની બહાર એકત્ર ન થાય. તેમણે કહ્યું હતું કે, "આ ઈદ ખૂબ જ અલગ હશે. દરેક વ્યક્તિ તેમના પોતાના રૂમમાં હશે. હું નીચે અને મમ્મી-પપ્પા ઉપર રહે છે. મારા ભાઈ-બહેનો આવશે. હું આશા રાખું છું કે મારા ઘરની બહાર કોઈ ભીડ નહીં હોય. ત્યાં કોઈ ન હોવું જોઈએ.”