ઇન્સ્પેકટરના રોલમાં સુનિલ
વેબ સિરીઝમાં અનેક મોટા અને જાણીતા કલાકારો કામ કરી રહ્યા છે. સુનિલ ગ્રોવર અગાઉ તાંડવમાં ખુબ મહત્વની ભુમિકામાં દેખાયા બાદ હવે વધુ એક સિરીઝમાં આવી રહ્યો છે. ઝી ફાઇવ ઓટીટી પ્લેટફોર્મ પરની સિરીઝ સનફલાવર સોસાયટીમાં સુનિલ અલગ જ ભુમિકામાં જોવા મળવાનો છે. તે સનફલાવર સોસાયટીનું નેતૃત્વ કરતો જોવા મળશે. તે ઇન્સ્પેકટર દિગેન્દ્રના રૂપમાં તથા રણવીર શોૈરી ઇન્સપેકટર તાંબેના રોલમાં જોવા મળશે. આ સાથે આ બંનેને ટીમમાં આશિષ વિદ્યાર્થી અને મુકુલ ચડ્ડા પણ છે. જ્યારે રાધા ભટ્ટ, આશિષ કોૈશલ, સોનાલી નાગરાની, સલોની ખન્ના સહિતના જોવા મળશે. આ સિરીઝનો સુનિલનો પહેલો લૂક રિલીઝ થઇ ગયો છે. 'સનફલાવર' એ મુંબઇની એક મધ્યમવર્ગીય હાઉસીંગ સોસાયટીની કહાની છે. જેના વિચીત્ર પાત્રો છે. કોમેડી, ડ્રામાથી લઇને બીજી કહાનીઓ દર્શકોને જકડી રાખશે. અગિયારમી જુનના રોજ આ સિરીઝ રિલીઝ થવાની છે. જેનું નિર્દેશન રાહુલ સેનગુપ્તા તથા વિકાસ બહલે કર્યુ છે.