ફિલ્મ જગત
News of Tuesday, 14th May 2019

'સૂર્યવંશી'ના શુટીંગમાં વ્યસ્ત અક્ષય કુમાર

અભિનેતા અક્ષય કુમાર હાલમાં ફિલ્મ 'સૂર્યવંશી'ના શુટીંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી તેની એક તસ્વીર સામે આવી છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પણ એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં અક્ષય કુમાર તેની ટીમ સાથે જોવા મળી રહ્યો છે. અક્ષય ખુબ જ ગંભીર દેખાઇ રહ્યો છે. તેણે કાળુ ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યુ છે. આ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું છે-ગૂમનામ, અભયભીત, સ્થિર...કામ પર છે આતંકવાદ વિરોધી દળ. ટેગ અને તસ્વીર જોતાં દેખાય છે કે આ ટીમ કોઇ તપાસ માટે નીકળી છે. અક્ષયનો દમદાર લૂક જોવા મળી રહ્યો છે.   ફિલ્મમાં અક્ષય સામે કેટરીના કૈફને લેવામાં આવી છે. આ જબરદસ્ત એકશન ફિલ્મ ૨૦૨૦ની ઇદ પર આ ફિલ્મ રિલીઝ થશે. ત્યારે જ સલમાનની ઇંંશાઅલ્લાહ પણ આવશે. 

(10:13 am IST)