ફિલ્મ જગત
News of Wednesday, 14th April 2021

જેનીફર વિંગેટની તસ્વીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ

ટીવી પરદે ટોચનું નામ ધરાવતી અભિનેત્રીઓમાં સામેલ જેનિફર વિંગેટ સોશિયલ મિડીયા પર સતત આગ લગાડતી રહે છે. મુંબઇમાં જન્મેલી જેનિફરે કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મ અકેલે હમ અકેલે તુમથી ૧૯૯૫માં કરી હતી. એ પછી પણ ત્રણ ફિલ્મોમાં બાળ કલાકારની ભુમિકા નિભાવી હતી. ૨૦૦૩માં કુસુમ, કોઇ દિલમેં હૈ, કસોૈટી જિંદગી કે, કયા હોગા નિમ્મો કા, કહી તો હોગા, સહિતના અનેક શો કર્યા છે. સરસ્વતિચંદ્રની કુમુદ અને બેહદની માયા તથા બેપનાહની ઝોયા તરીકે જેનિફરને ખુબ મોટી નામના અને અસંખ્ય ચાહકો મળ્યા છે. અનેક એવોર્ડ પણ તેણે બેસ્ટ એકટ્રેસ તરીકે જીત્યા છે. કોડ એમ નામની વેબ સિરીઝમાં પણ તેણે મેજરનો રોલ ભજવી વાહવાહી મેળવી હતી. તાજેતરમાં જેનિફરે હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી હતી. તેની તસ્વીરોને અસંખ્ય લાઇક મળી હતી. જેનિફરની આવી ગ્લેમરસ ફોટો અનેકવખત વાયરલ થાય છે. 

(10:09 am IST)