ફિલ્મ જગત
News of Wednesday, 14th March 2018

રણવીર સિંહ સામે સેલ્ફી પડાવવા જતા ચાહકને ગુસ્સાનો સામનો કરવો પડ્યો

મુંબઇઃ ફિલ્‍મ અભિનેતા રણવીર સિંહને ચાહકોઅે ઘેરી લેતા તેને ગુસ્સો આવી ગયો હતો અને અેક ચાહકને ધક્કો મારતા ભારે હોબાળો મચી ગયો હતો.

થોડા સમય પહેલા રણવીર એક ઇવેન્ટથી બહાર આવ્યો ત્યારે જ તેના ફેન્સએ તેને સેલ્ફી લેવા ઘેરી લીધો હતો. પહેલા રણવીરે પોતના કૂલ અંદાજમાં સેલ્ફી પડાવી પરંતુ ત્યાર બાદ તેને ગુસ્સો આવી ગયો અને તેણે ફેનને ધક્કો માર્યો હતો. આ જોઈ તેના ફેન્સ હેરાન રહી ગયા ત્યાર બાદ વાતને સંભાળતા તેણે બીજા ફેન જોડે સેલ્ફી ક્લિક કરી.

રણવીરનો આવો વ્યવહાર બધા માટે ચોકાવનારો હતો કારણકે ક્યારેય તેણે આ મૂડમાં નથી જોવામાં આવ્યો. રણવીરના આ વ્યવહાર ને લઇને ફેન્સનું કહેવું છે કે રણવીર બાબા આમતો ઘણા કૂલ રહે છે પરંતુ કોઈ એક ફેને તેને ખૂબજ હેરાન કર્યો હતો માટે તે પોતાના ગુસ્સાને રોકી ન શક્યો.

પદમાવતબાદ રણવીર સિંહગલી બોયની શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા તેને ઈન્ટરનેટ ઓફ ધ ઈયરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂક સમયમાં લગ્ન કરી શકે છે.

(8:22 pm IST)