ફિલ્મ જગત
News of Wednesday, 14th March 2018

અનુજા ચૌહાણની નોવેલ આધારિત ફિલ્મમાં નજરે પડશે સોનમ કપૂર

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સોનમ કપુર અત્યારે પોતાની આગામી ફિલ્મ વીરે દી વેડિંગના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે કરીના કપુર અને સ્વરા ભાસ્કર જેવા કલાકારો સાથે નજરે પડશે. દરમિયાન સોનમ કપુરની આગામી ફિલ્મની પણ સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. અનુજા ચૌહાણની બેસ સેલિંગ નોવેલકથા જોયા ફેક્ટરની વાર્તાને મોટા પડદે ઉતારવાની તૈયારી કરાઈ રહી છે. ફિલ્મમાં સોનમ કપુર મલયાલમ સુપરસ્ટાર ડી સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. સોનમ કપુર પ્રથમ વખત ડી સલમાન સાથે કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. ફિલ્મનુ ડાયરેક્શન અભિષેક શર્મા કરશે અને ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી નેહા રાકેશ શર્માને સોંપવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ આગામી ઓગસ્ટ મહિનાથી શરુ કરવામાં આવશે. તેમજ ફિલ્મ એપ્રિલ ૨૦૧૯ના રોજ રીલીઝ કરવામાં આવશે. સોનમ કપુરે અત્યારથી ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે. સોનમ કપુર ફિલ્મને લઈ ખૂબ આશાવાદી છે. તેનુ માનવુ છે કે જોયા ફેક્ટર નોવેલ ખૂબ રસપ્રદ છે અને તેના પર બનનાર ફિલ્મ પણ તેટલી રસપ્રદ રહેશે. ફિલ્મને લઈને હું ખૂબ આતુર છું

(5:29 pm IST)