News of Wednesday, 14th March 2018
હમમ..... તો આ કારણોસર બગડી હતી બીગબીની તબિયત
મુંબઈ: બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની રાજસ્થાનના જોધપુરમાં પોતાની આવનારી ફિલ્મ ઠગસ ઓફ હિન્દુસ્તાનીના શૂટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ હતી અને મુંબઈથી ડોક્ટરની ટીમ તાબડતોડ દોડી આવી હતી. જો કે હવે બીગબીની તબિયત સારી થઇ ગઈ છે અને ડોક્ટરોની ટીમ પણ મુંબઈ પરત જતી રહી છે. અમિતાભ બચ્ચનની તબિયત બગડવા પાછળનું કારણ પત્ની જયા બચ્ચને જણાવ્યું કે ફિલ્મના સેટ પર શૂટિંગ દરમિયાન તેમને વજનદાર પહેરવેશને લઈને શૂટિંગ કરી હોવાથી કમર અને ડોકમાં દુખાવો ઉપડી ગયો હતો.
(5:27 pm IST)