ફિલ્મ જગત
News of Friday, 14th February 2020

રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથી મેરા સાથી' નું ટીઝર થયું રીલીઝ

ગાઢ જંગલમાં પક્ષીઓ અને પ્રાણીઓની અવાજથી શરુ થતા ટીઝરમાં રાણા દગ્ગુબાતી હાથીઓથી ભાષામાં વાત કરતા જોવાયો

મુંબઈ  : " બાહુબલી' ફેમ અભિનેતા રાણા દગ્ગુબાતી ચાહકો માટે ફિલ્મ હાથી મેરે સાથે લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ જંગલ બેસ્ડ કહાની છે. ફિલ્મનું ટીઝર જોઇને ચાહકો ખુશ થઈ જવાના છે અને તેમના માટે ફિલ્મની રાહ જોવી ઘણી મુશ્કેલ થઈ જશે. ૧૫ સેકેન્ડના શાનદાર ટીઝરને ચાહકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને આ અત્યાર સુધી લાખો વખત જોવામાં આવી ગયું છે.

ટીઝરની શરૂઆત ગાઢ જંગલમાં પક્ષીઓ અને પ્રાણીઓની અવાજથી શરુ થાય છે, જ્યા રાણા દગ્ગુબાતી પણ હાથીઓથી તેમની ભાષામાં વાત કરતા જોવા મળે છે. તે જ સમયે, પુલકિત સમ્રાટ પણ હાથીના ઉપર બેસી બુમો પાડતા જોવા મળે છે. પછી ટીઝરમાં અચાનક ટ્વિસ્ટ જોવા મળે છે. ફિલ્મનું મ્યઝિક ચાહકો માટે ઘણું એક્સાઈટમેન્ટ વધારી રહ્યું છે.

 ફિલ્મનું ટીઝર જોઈ ચાહકો ઘણી રીતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, આ ટીઝર જોઇને 'જંગલ બુક' ની યાદ આવી ગઈ છે. જ્યારે બીજાએ લખ્યું છે કે, "ટીઝર રાણાનું પાત્ર પહેલાથી ઘણું અલગ છે."

 ફિલ્મમાં રાણા દગ્ગુબાતી તેના સિવાય અભિનેતા પુલકીત સમ્રાટ, જોયા હુસૈન અને શ્રીયા પીલગાંવકર પણ જોવા મળશે. સોલોમનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ૨ એપ્રિલ, ૨૦૨૦ ના પરદા પર રીલીઝ થશે

(9:04 pm IST)