કાર્તિક આર્યન-સારા આલી ખાનની 'લવ આજકલ' આજથી રિલીઝ
આજે વેલેન્ટાઇન ડેના દિવસે નિર્માતા દિનેશ વિજાન અને નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજકલ' રિલીઝ થઇ છે. ફિલ્મનું લેખન ઇમ્તિયાઝનું છે. સંગીત પ્રિતમે આપ્યું છે. કાર્તિક આર્યન, સારા અલી ખાન, રણદીપ હુડા અને આરૂષી શર્માએ ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી છે. કાર્તિક આ ફિલ્મમાં વીર અને રઘુ નામના બે રોમાન્ટીક પાત્રમાં જોવા મળશે. સારા અલી ખાન અને કાર્તિક આ ફિલ્મના શુટીંગ દરમિયાન નજીક આવી ગયાની અને રિલેશનશીપ શરૂ થયાની વાતો વહેતી થઇ હતી. પણ પાછળથી આ રિલેશનશીપ માત્ર સારી મિત્રતા હોવાનું કહેવાયું હતું. ૨૦૦૯માં આવેલી સૈલ અલી ખાન, દિપીકા પાદુકોણ, રિષી કપૂર અને ગિસેલી મોન્ટેરીયોએ મુખ્ય ભુમિકા નિભાવી હતી. તેની રિમેક કાર્તિક-સારાને લઇને ઇમ્તિયાઝે બનાવી છે. ફિલ્મનું ઘણુખરું શુટીંગ હિમાચલ-મનાલીના નયનરમ્ય લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ઇમ્તિયાઝને મનાલી-હિમાચલ પહેલેથી ખુબ પ્રિય છે. તેની દરેક ફિલ્મમાં ત્યાંના દ્રશ્યો હોય જ છે. અલગ અલગ બે લવસ્ટોરી ધરાવતી આ ફિલ્મને ખાસ વેલેન્ટાઇન પર્વ પર રિલીઝ કરવામાં આવી છે. અગાઉની ફિલ્મ હિટ નિવડી હતી. આ ફિલ્મનું શું થાય છે તે જોવું રહ્યું.
જો કે નિર્માતાઓને આશા છે કે ફિલ્મ સુપરહિટ નિવડશે.