ફિલ્મ જગત
News of Friday, 14th February 2020

તલવારબાજી-તિરંદાજી અને માર્શલ આર્ટસ શીખરે વિક્કી

અભિનેતા વિક્કી કોૈશલ નવી ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. તેની ફિલ્મ ભૂત-ધ હન્ટીંગ શીપ પાર્ટ-૧ રિલીઝ માટે તૈયાર છે. હવે પછી તે 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા'ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અશ્વત્થામાનો રોલ નિભાવી રહ્યો છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે ખુબ મહેનત કરી લેવામાં અન્ય કલાકારોની જેમ વિક્કીનું પણ નામ છે. તે હાલમાં આ રોલ માટે ચાર મહિનાની આકરી તાલિમ લઇ રહ્યો છે અને વજન વધારવા માટે જીમમાં સતત પરસેવો વહાવી રહ્યો છે. તે ઇઝરાયલી માર્શલ આટ્ર્સ પણ શીખી રહ્યો છે. આ ઉપરાંત જાપાની માર્શલ આર્ટસ પણ શીખવાનો છે. તલવારબાજી અને તિરંદાજી પણ શીખવાનો છે. વિક્કી આ ફિલ્મ માટે પોતાનું વજન વધારીને એકસો પંદર કિલો સુધી લઇ જશે. અશ્વત્થામાના પાત્રને વિશ્વશનિય બનાવવા માટે તે આ મહેનત કરી રહ્યો છે. મહાભારતમાં અશ્વત્થામા એક મહત્વનું પાત્ર છે.

(10:21 am IST)