ફિલ્મ જગત
News of Friday, 14th February 2020

જીમ લૂકની ચર્ચા થાય એ પસંદ નથી જ્હાન્વી કપૂરને

અભિનેત્રી જ્હાન્વી કપૂર એક પછી એક ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ તે સમયાંતરે તેના જીમ લૂકને કારણે પણ ચર્ચા જગાવતી રહે છે. તે ફિટ રહેવા માટે નિયમીત જીમમાં જાય છે અને તે ત્યાં જતી હોય તથા બહાર નીકળતી હોય ત્યારની તસ્વીરો ખુબ વાયરલ થતી રહે છે.

તાજેતરમાં આ માટે જ્હાન્વીએ નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે લોકોએ મારા જીમ લૂકને બદલે મારી ફિલ્મો પર વધુ ધ્યાન આપવું જોઇએ તેવું મને લાગે છે. જ્હાન્વીએ કહ્યું હતું કે હું વારંવાર લોકોને મળતી રહુ છું એ વખતે અનેક ચાહક છોકરીઓ મને એવું કહે છે કે તે મારા જીમ લૂકને અપનાવવા પ્રયાસ કરે છે. ત્યારે મને લાગે છે કે હું મારી ફિલ્મ ધડકને કારણે જેટલી ઓળખાતી નથી એના કરતાં વધુ જીમ લૂકને કારણે ઓળખાવ છું. આ ખુબ અજીબ બાબત છે. જ્હાન્વીએ આગળ કહ્યું હતું કે મારી પાસે ખુબ ફિલ્મો છે અને એ રિલીઝ થવાની બાકી છે. હું સતત શુટીંગમાં વ્યસ્ત છું. મને આશા છે કે લોકો-ચાહકો હવે મને મારી ફિલ્મને કારણે ઓળખે.  જ્હાન્વી પાસે હાલમાં રૂહી આફઝા, તખ્ત, ગુંજન સકસેના-ધ કારગીલ ગર્લ જેવી મોટી ફિલ્મો છે.

(10:20 am IST)