ફિલ્મ જગત
News of Friday, 14th February 2020

ફરીથી નાગિન બનીને આવશે મૌની

નાગિન-૪ શો અગાઉના શોની જેમ જ દર્શકો-ચાહકોમાં વધુને વધુ પસંદ પડી રહ્યો છે. અગાઉ આ શોમાં નાગિન વિશાખા-વિષની એન્ટ્રી થઇ ચુકી છે. હવે આ ખેલ વધુ ઝહેરીલો થઇ જશે. ચર્ચા છે કે વિષ પછી હવે  શિવન્યાના રૂપમાં મોૈની રોયની એન્ટ્રી પણ થવાની છે. નાગિન-૪માં સતત ટ્વિસ્ટ અને રહસ્યો સામે આવતા રહે છે. જેના કારણે દર્શકો સતત બંધાયેલા રહે છે. એકતા કપૂરના આ શોમાં અનિતાની એન્ટ્રી થઇ જતાં ચાહકો હવે બેલા અને માહિર એટલે કે સુરભી જ્યોતિ અને પર્લ વી પુરીની એન્ટ્રી પણ ઇચ્છી રહ્યા છે. પણ વાત એવી સામે આવી છે કે મોૈની રોય પણ આ શો સાથે જોડાઇ શકે છે.  મોૈની અગાઉ નાગિનમાં શિવાંગી અને શિવન્યા નામની નાગિનના પાત્રો ભજવી ચુકી છે. હવે મોૈનીની એન્ટ્રી થશે જે નયનતારા અને વૃંદા સાથે મળી વિશાખાનો બદલો લેશે. જો કે હજુ સત્તાવાર રીતે એકતાએ આ વાત કરી નથી. પણ ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે.  હાલ તો વૃંદા પોતાનો બદલો લઇ રહી છે અને પારેખ પરિવારને બરબાદ કરી રહી છે. 

(10:19 am IST)