ફિલ્મ જગત
News of Wednesday, 14th February 2018

વેલેંટાઈન ડે પર વરુણ ધવને આપી ફેન્સને ગિફ્ટ: ફિલ્મ 'અકટુબર'નું ટીઝર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વરુણ ધવને પોતાના ચાહકોને વેલન્ટાઈન દિવસે એક ખુબસુરત ગિફ્ટ આપી છે. વરુને આગામી ફિલ્મ  અકટુબરnu ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં વરુણ સાથે અભિનેત્રી બિનિતા સંધુ નજરે પડશે.  વરુણ અને બિનીતાની ફિલ્મ વર્ષ 2017થી ચર્ચામાં છે. ફિલ્મના સેટ પરથી ઘણી વખત બન્નેના ફોટો પણ વાઇરલ થાય છે.

વરુને ટ્વિટર પર વિડિઓ શેયર કરીને લખ્યું ફિલ્મ મારા દિલના ખુબ નજીક છે. તમે તમારો વેલેન્ટાઈન દે અકટુબર સાથે ઇન્જોય કરો. ટીઝરમાં 3 શોટ્સ જોવા મળે છે. જેમાં એક સીનમાં વરુણ ઝાડને જોવે છે. બીજા સીનમાં બિનિતા ઘરની બારીમાંથી જોઈ રહી છે. અને છેલ્લા સીનમાં વરુણ સ્વર્ણ લીલા ઘાસમાંથી એક ફૂલ ઉપાડી રહ્યો છે.

(3:41 pm IST)