ફિલ્મ જગત
News of Wednesday, 14th February 2018

બાહુબલીને ટક્કર આપશે ભોજપુરી ફિલ્મ 'મહાબલી': ફર્સ્ટ લૂક આવ્યો સામે

મુંબઈ: ગયા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ 'બાહુબલી-2'એ ભારતીય સિનેમામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. એવામાં હવે 'બાહુબલી'થી ટક્કર લેવા માટે આવી રહી છે ભોજપુરી સિનેમાની ફિલ્મ 'મહાબલી' વીર યોદ્ધા મહાબલિનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ સામે આવ્યો છે. આ ફિલ્મમાં ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ 'નિરહુંઆ' મહાબલી નજરે પડશે. ભોજપુરી કલાકારોથી બનેલ આ ફિલ્મ માત્ર ભોજપુરી જ નહીં પણ 5 અન્ય ભાષાઓમાં પણ રિલીઝ  થવાની છે. ભોજપુરી સિવાય હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ભાષામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે.  આ ફિલ્મનું નિર્દેશન ઇકબાલ બખ્શે કર્યું છે અને એમ.રમેશ તેના નિર્માતા છે.

(3:42 pm IST)