ફિલ્મ જગત
News of Wednesday, 14th February 2018

શ્રધ્ધાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ જગાવી ચર્ચા

જાણીતા ટીવી શો કુંડલી ભાગ્યમાં મુખ્ય રોલ નિભાવનારી અભિનેત્રી શ્રધ્ધા આર્યા સોશિયલ મિડીયા પર અવાર-નવાર ચર્ચા જગાવતી રહે છે. તેણે તાજેતરમાં સ્વિમવ્યિર સાથેના પોતાના ફોટા પોસ્ટ કર્યા હતાં. દરિયા કિનારે શ્રધ્ધા ખુબ જ ગ્લેમરસ દેખાઇ રહી હતી. શ્રધ્ધાએ આવું પહેલીવાર નથી કર્યુ, અગાઉ પણ તે બિકીની લૂક સાથેના ફોટા પોસ્ટ કરી ચુકી છે. શ્રધ્ધાએ લોસ એંજેલસના બીચ પર સનસેટ સાથેની હોટ અને બોલ્ડ તસ્વીરો કલીક કરીને પોસ્ટ કરી હતી. શ્રધ્ધા કુંડલી ભાગ્યમાં કામ કર્યા પહેલા મૈં લક્ષ્મી તેરે આંગન કી અને દિલ સે દી દુઆ તથા સોૈભાગ્યવતી ભવઃમાં કામ કરી ચુકી છે.  કુંડલી ભાગ્યમાં પ્રિતાના પાત્રમાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતી શ્રધ્ધા સોશિયલ મિડીયા પર ખુબ જ બોલ્ડ હોય છે. તેના લાખો ફોલોઅર્સ છે.

(9:44 am IST)