ફિલ્મ જગત
News of Wednesday, 13th January 2021

પંકજ મજાના માણસ અને સારા સહયોગીઃ મોનલ

ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર હિન્દી ફિલ્મ સુધી પહોંચી ગઇ છે. મોનલને પહેલી જ હિન્દી ફિલ્મ દમદાર અભિનેતા પંકજ ત્રિપાઠી સાથે મળી છે. સતિષ કોૈશિક નિર્દેશીત ફિલ્મ કાગજમાં મોનલે પંકજની પત્નિનો રોલ નિભાવ્યો છે. મોનલે અભિનયની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી. ત્યાં સફળ થયા પછી તેણે ગુજરાતી ફિલ્મો કરી હતી. તેલુગુ બિગ બોસ-૪માં પણ ભાગ લઇને તેણે ખુબ નામના મેળવી હતી. ગુજરાતીઓનું ગોૈરવ વધે તેવું કામ મોનલે કર્યુ છે. કાગજ એ સત્ય ઘટના પર આધારીત ફિલ્મ છે.

જેમાં એક વ્યકિત (પંકજ) પોતે મૃત નહિ પણ જીવતો છે એ સાબિત કરવા લડાઇ કરી રહ્યો છે. મોનલની પંકજ સાથેની આ ફિલ્મ ઝીફાઇવ પર રિલીઝ થઇ ચુકી છે. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં મારો રોલ જરાપણ ગ્લેમરસ નથી. મધ્યમવર્ગીય મહિલાનો આ રોલ છે. પંકજ ત્રિપાઠી એક મજાના માણસ છે, તે ખુબ સંભાળ રાખે છે. અમે જ્યાં શુટીંગ કર્યુ એ વિસ્તારના તેઓ જાણકાર હોવાથી ખુબ મદદ કરતાં હતાં. સિત્તેરના દાયકાના પાત્રમાં ઢળવા મારે ખુબ મહેનત કરવી પડી હતી.

(10:31 am IST)