ફિલ્મ જગત
News of Friday, 13th December 2019

અભિનેત્રી મૌસમી ચેટર્જીની પુત્રી પાયલ ડીકી સિંહાનું નિધન : લાંબા સમયથી હતા પથારીવશ

પાયલને જુવેનાઇલ ડાયાબિટીસ હતી, 2017 થી તે સતત હોસ્પિટલના બીછાને હતી 2018માં કોમામાં સરી પડતા તેના પતિએ તેને હોસ્પિટલથી ઘરે સિફ્ટ કરી દીધી હતી.

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી મૌસમી ચેટર્જીની પુત્રી પાયલ ડિકી સિન્હાનું ગઈ કાલે મોડીરાત્રે નિધન થયું છે  પાયલ લાંબા સમયથી બીમાર હતી. પાયલને જુવેનાઇલ ડાયાબિટીસ હતી. પાયલની હાલત એટલી ખરાબ હતી કે 2017થી તે સતત હોસ્પિટલના બીછાને હતી. એપ્રિલમાં પાયલની તબિયત વધુ લથડી હતી અને તે 2018માં કોમામાં સરી પડી હતી. તેના પતિએ તેને હોસ્પિટલથી ઘરે સિફ્ટ કરી દીધી હતી.

  આ વાતથી માતા મૌસમી ચેટર્જી ખુબજ નારાજ થઈ હતી મૌસમીએ તેના પતિ અને પિતા પર પાયલની સરખી સારવાર ન કરાવવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. મૌસમીના પતિ જયંત મુખર્જી સાથે આ કારણે જ સંબંધો વણસેલા છે.

(2:02 pm IST)