વેબ સીરિઝમાં તબ્બુને પ્રેમ કરશે ઇશાન
ફિલ્મો અને ટીવી સિરીયલો ઉપરાંત આજના સમયમાં વેબ સીરિઝનું ચલણ પણ ખુબ વધ્યું છે. બોલીવૂડ, ટેલીવૂડના મોટા કલાકારો વેબ સીરિઝ કરી રહ્યા છે. હવે તબ્બુ અને ઇશાન ખટ્ટર પણ એક સીરિઝમાં સાથે જોવા મળશે. વિક્રમ શેઠે લખેલી નવલકથા એ સૂટેબલ બોય ૧૯૯૩માં પ્રકાશીત થઇ હતી. જેમાં ભાગલા પછીના કાળમાં આકાર લેતી ૧૯ વર્ષના યુવાનની વાત છે, જે તેનાથી મોટી ઉમરની એક ગણિકાના પ્રેમમાં પડી જાય છે. નિર્દેશક મિરા નાયરે આ નવલકથા પરથી વેબ સીરિઝ બનાવવાનું શરૂ કર્યુ છે. જેમાં ઇશાન ખટ્ટર માન કપૂર નામના યુવાનનું અને તબ્બુ સઇદાબાઇ નામની ગણિકાના રોલમાં કામ કરશે. માન કપૂરના પિતા મહેશ કપૂર મોટા નેતા છે. મહેશ કપૂરનો રોલ રામ કપૂરને અપાયો છે. સઇદાબાઇના પ્રેમને માટે માન પોતાના પિતા સામે બગાવત પર ઉતરી આવે છે. આ નવલકથાનો બીજો ભાગ વિક્રમ શેઠે ૨૦૧૭માં એ સૂટેબલ ગર્લ નામથી પ્રકાશીત કર્યો છે. એક-એક કલાકના છ એપિસોડમાં વેબ સીરિઝ બનાવવામાં આવશે. આ સીરિઝ બીબીસી વન માટે બની રહી છે. તાન્યા મનિકતલા, રસિકા દુગ્ગલ, શૈફાલી શાહ, નમિતા દાસ, દિનેશ રિઝવી, વિજય વર્મા, શહાના ગોસ્વામી, માહિરા કક્કડ અને વિવાન શાહ પણ ખાસ રોલમાં છે.