બૂઆ દીદી બનીને આવી જૂહી અસલમ
અભિનેત્રી જૂહી અસલમ વધુ એક ટીવી શોમાં જોવા મળશે. ૨૦૧૦માં ટીવી શો બાબા ઐસો વર ઢૂંઢો થકી અભિનય કારકિર્દી શરૂ કરનાર મુળ ઉત્તર પ્રદેશની જૂહી પોતાની ખુબ ઓછી ઉંચાઇને કારણે ચર્ચામાં આવી હતી. જો કે તે કહે છે મારી ઉંચાઇ જ મારી મોટી તાકાત છે. જૂહીએ વી ધ સિરીયલ, કૂબુલ હૈ, જોધા અકબર, અધુરી કહાની હમારી, ઇસ પ્યાર કો કયા નામ દૂ, બઢો બહૂ, ગુડિયા હમારી સભી સે પ્યારી સહિતના શો કર્યા છે. હવે જૂહી દંગલ ટીવીના શો એ મેરે હમસફર સાથે જોડાઇ ચુકી છે. આ શોમાં રોમાંચક ટ્વિસ્ટ સાથે જૂહીની એન્ટ્રી કરાવાઇ છે. બુઆ દીદીની ભુમિકા જૂહી નિભાવી રહી છે. તેણે કહ્યું હતું કે આ ભૂમિકા જબરદસ્ત છે. મને આ ચરિત્ર ખુબ જ ગમ્યું છે. બૂઆ હોવાને કારણે હું ચોતરફ મારો રોફ જમાવતી ફરુ છું અને બધી વહૂઓ સાથે નીપટતી રહુ છું. શુટીંગના પહેલા દિવસે મારું જબરદસ્ત સ્વાગત સેટ પર થયું હતું. મારા પાત્રને આગળ ઘણું કામ કરવાનું મળશે.