16 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે રાખી ગુલઝાર
મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાખી 16 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરવાની તૈયારીમાં છે. શરમાળ, જીવન મૂર્તિ, દાગ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રાકી 16 વર્ષ બાદ રૂપેરી પડદે કમબેક કરી રહી છે.
રાખીએ છેલ્લે 2003 માં બંગાળી ફિલ્મ શુભ મુહૂર્તા અને હિન્દી ફિલ્મ દિલ કા રિશ્તામાં કામ કર્યું હતું. રાખી ગુલઝાર ગૌતમ હલદારની ફિલ્મ નિર્વાણથી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે. તાજેતરમાં જ, આ ફિલ્મ કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. નિર્વાણમાં, રાખી બિજલી બાલા નામની સ્ત્રીની ભૂમિકામાં છે. રાખીએ કહ્યું છે કે આ પાત્ર વાંચ્યા બાદ તેને લાગ્યું કે તેણે આ ફિલ્મ પર કામ કરવું પડશે.આ ફિલ્મ એક 70 વર્ષીય બ્રાહ્મણ વિધવાની વાર્તા છે જે પોતાના હકો માટે લડતી હોય છે અને વિવિધ પ્રકારના કોમવાદી અને જાતિના અવરોધોમાંથી પસાર થવી પડે છે.