ફિલ્મ જગત
News of Wednesday, 13th November 2019

રિલીઝ થયું 'દબંગ-3'નું નવું સોન્ગ 'આવારા': સલમાન-સાઈનો રોમાન્ટિક લુક

મુંબઈ: સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દબંગ 3 નું બીજું નવું ગીત 'અવારા' બહાર આવ્યું છે, નિર્માતાઓએ આ ગીતનો ફક્ત ઓડિયો જ બહાર પાડ્યો છે, તેનો વીડિયો પછી રિલીઝ થશે. ગીતનું પોસ્ટર જોઇને લાગે છે કે આ એક રોમેન્ટિક ગીત છે જે સલમાન ખાન અને સાંઇ માંજરેકર પર ફિલ્માવવામાં આવ્યું છે. સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર આ ગીત શેર કર્યું છે અને તેને કેપ્શન કરતા કહ્યું છે, "પહેલે ઇશ્ક કી બાત મેં કુછે ક્યા હૈ. સુનો દબંગ 3 નું નવું ગીત, # આવારા."

 

(5:45 pm IST)