ફિલ્મ જગત
News of Wednesday, 13th November 2019

સલમાનની 'રાધે'માં તમિલનો સ્ટાર વિલન

સુપરસ્ટાર સલમાન ખાન દબંગ-૩ને કારણે ચર્ચામાં છે. તો બીજી તરફ તેની ફિલ્મ રાધેનું કામ પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મનો રાધેનો લૂક તેના ચાહકોને ખુબ ગમ્યો છે. હવે ફિલ્મમાં વિલન કોણ હશે તે પણ નક્કી થઇ ગયું છે. રાધેની આ વિલન સાથે જોરદાર ટક્કર થશે. ભરત નિવાસ નામના અભિનેતાને આ ફિલ્મમાં વિલનનો રોલ મળ્યો છે. નિવાસે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર સલમાન ખાન અને પ્રભુદેવા સાથેની તસ્વીર પોસ્ટ કરી હતી. ભરત નિવાસ તમિલ ફિલ્મનું મોટુ નામ છે. તેણે અનેક તમિલ ફિલ્મો કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટાની પણ છે. તાજેતરમાં આ ફિલ્મના એક ગીતના સ્ટેપ પ્રભુદેવા પાસે શીખતી વખતે ગીતા ઘાયલ પણ થઇ હતી. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. જેણે અગાઉ સલમાનની વોન્ટેડનું નિર્દેશન કર્યુ હતું અને દબંગ-૩નું નિર્દેશન પણ તેણે કર્યુ છે. વોન્ટેડ ફિલ્મથી જ સલમાનની કારકિર્દી પાટા પર ચડી ગઇ હતી. એ પછી તેણે પાછળ વળીને જોયુ નથી.

(10:00 am IST)